Share it Please

આ દિલ તને યાદ કરે છે



તડપે છે આ દિલ જયારે યાદ તને કરે છે
વારંવાર આંખો મારી આંસુ ઓથી પત્ચ્યાતાપ કરે છે
જે નામ થી ઉગતો સુરજ ને ખીલતી સવાર
જે નામ થી ખીલતા પુષ્પો ને રેલાતી બહાર
આજે એ નામ હર કોઈ ના કાને અથડાતા
બદનામી ના શબ્દો મુખથી ફેલાયા કરે છે
ચાહત સુકાતી નહોતી , મન માં દુખ નહોતું
તું પાસે ના હતી ને તારી યાદ સાથે ના હતી
આજે બની અપ્સરા ઉભી છે સામે મારી
છતાં મન દિલ ને આત્મા તને અનદેખા કરે છે
શું ભૂલ હતી એ મારી કે તને પ્રેમ કર્યો ?
શું ખોટી હતી એ લાગણી જે તારી સાથે લગાડી ?
વીતેલી હર એ યાદો ને વાગોળતા
મારા રોમે રોમ નફરત ના સરવાળા કરે છે