આ મારી ચાહત છે
કલ્પના નથી
આ મારી ચાહત છે
આજ મારો વિરામ
જ્યાં મારી ચાહત છે
ખુદ માં ખોવાયેલી એ પરી
આ ફરિયાદ નથી મારી ચાહત છે
જે તારા હોઠ પરનું હાસ્ય
એ હાસ્ય માં છુપાયેલી ચાહત છે
દોસ્તી ના નામે નથી છેતરતો
કારણ તારી દોસ્તી મારી ચાહત છે
આ એક વાર્તા કે નથી અફવા
કેમકે દુઃખી દિલ ની આ ચાહત છે
ફૂલ ના કહું કે ના કહું કાંટા
કારણ તેમના માં પણ ચાહત છે
કહું છું કેવળ છે તું મારી
આખરે તુજ મારી એક ચાહત છે