તને યાદ કરી છે
ફરી આજે મેં તને યાદ કરી છે
માત્ર યાદ જ કરી છે ને
આંસુ મારા અતીત પર વહાવ્યા છે
યાદ છે મને એ દિવસ
જયારે મિલન નો એ પ્રથમ દિવસ
હું એને યાદગાર કહું છું
મારા મિત્ર ની તું મિત્ર છતાં
આંખો મળી અરસ-પરસ આપણી
કે એ ઘટના ને મેં યાદ કરી છે
યાદ છે મને એ દિવસ
જયારે પાસે ની જગ્યા માં
હું તારી પાસે ગોઠવાયો હતો
એક અજાણી ડોશી ની મશ્કરી
તારા ચહેરા પર મુશ્કુરાહત લાવી હતી
કે એ ઘટના ને મેં યાદ કરી છે
યાદ છે મને એ દિવસ
દસ દિન ના એ નાના ટુકડાઓ
હું એને મુલાકાત કહું છું
જે મેં તારી સાથે વિતાવ્યા હતા
હજી પણ એ યાદ કરી ને
માંરી એકલતા માં હું ખુદ ને હસાવું છું
કે એ ઘટના ને મેં યાદ કરી છે
યાદ છે મને એ દિવસ
જયારે સાંજ ની લોકલ ની એ મુસાફરી
હું એને મુસાફરી કહું છું
લઈને આવી હતી એ પરી જેવી મિત્ર
નામ પણ હજી એ યાદ છે ; ને એમાં તમે
થોડા પાગલ થોડા નટખટ લાગ્યા હતા
કે એ ઘટના ને મેં યાદ કરી છે
યાદ છે મને એવા ઘણા દિવસ
જે એક સરવાળો કરતા અગણિત છે
જયારે આજે હું વિદાય લઇ રહ્યો છું
તમારી સાથે થી તમારી વચ્ચે થી , બસ
કારણ કે એ મારો પ્રેમ છે કહ્યા વગર નો
જયારે સમજી શકો મને તો સમજી જજો
કે હું " સ્મિત " હતો સરવાળે સ્નેહ નો
અને હું મારો પ્રેમ છોડી જી રહ્યો છું
ફરી આજે મેં તને યાદ કરી છે
માત્ર તને મેં યાદ જ કરી છે